પીએમ સૂર્ય ઘર’ યોજનાના બે વર્ષ,ભગવાન સૂર્ય જીવનમાં ઊર્જાનો સંચાર કરે છે:પીએમ
Live TV
-
પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ને બે વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજનાની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે ભગવાન સૂર્ય આપણા સૌના જીવનમાં ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે છે.પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું કે, “ભગવાન સૂર્ય આપણા જીવનમાં ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે છે. આજના દિવસે શરૂ થયેલી ‘પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ પણ તેમના પ્રકાશથી પ્રેરિત છે. આ યોજના દેશવાસીઓને સ્વચ્છ ઊર્જા અપનાવવા માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે
પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ને બે વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજનાની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે ભગવાન સૂર્ય આપણા સૌના જીવનમાં ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે છે.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું કે, “ભગવાન સૂર્ય આપણા જીવનમાં ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે છે. આજના દિવસે શરૂ થયેલી ‘પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ પણ તેમના પ્રકાશથી પ્રેરિત છે. આ યોજના દેશવાસીઓને સ્વચ્છ ઊર્જા અપનાવવા માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે.”
આ અવસરે પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું:
“चरन् वै मधु विन्दति चरन् स्वादुमुम्बरम्।
सूर्यस्य पश्य श्रेमाणं यो न तन्द्रयते चरंश्चरैवेति॥”આ શ્લોકનો અર્થ છે કે ક્રિયાશીલ વ્યક્તિને જ દુનિયામાં શ્રેષ્ઠ વસ્તુઓ પ્રાપ્ત થાય છે, જેમ સતત ગતિશીલ સૂર્યને શ્રેષ્ઠતા મળે છે. તેથી હંમેશા સક્રિય રહેવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 14 ફેબ્રુઆરી 2024ના રોજ ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર: નિશુલ્ક વીજળી યોજના’ શરૂ કરી હતી. આ યોજનાનો હેતુ 75,021 કરોડ રૂપિયાના ખર્ચ સાથે નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં રહેણાંક ક્ષેત્રમાં એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર સ્થાપિત કરવાનો છે.
વિશ્વની સૌથી મોટી ઘરેલુ રૂફટોપ સોલાર પહેલ તરીકે ઓળખાતી આ યોજના માર્ચ 2027 સુધી એક કરોડ ઘરોને સૂર્ય ઊર્જાથી જોડવાનો લક્ષ્ય ધરાવે છે. જાન્યુઆરી 2026 સુધી આ યોજનાથી 29 લાખથી વધુ પરિવારોને લાભ મળ્યો છે.
સરકારી આંકડાઓ મુજબ, ‘પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ પોર્ટલ પર અત્યાર સુધી 60,87,665 અરજીઓ મળી છે. તેમાંમાંથી 23,60,365 રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ છે, જેના મારફતે 29,37,640 પરિવારોને લાભ મળ્યો છે. સરકારે અત્યાર સુધી 16,920.15 કરોડ રૂપિયાની સબસિડી જારી કરી છે.
