પ્રધાનમંત્રીએ આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો
Live TV
-
આ વર્ષના કાર્યક્રમ માટે માય ગવર્નમેન્ટ પોર્ટલ પર રૅકોર્ડ 2 કરોડ 26 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
પ્રધાનમંત્રી આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો હતો. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન ભારત મંડપમમાં યોજાયો હતો. આ વર્ષના કાર્યક્રમ માટે માય ગવર્નમેન્ટ પોર્ટલ પર રૅકોર્ડ 2 કરોડ 26 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. જે ગયા વર્ષની સરખામણીમાં 6 ગણા વધારે છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી આશરે 3 હજાર સહભાગીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, પરીક્ષા પે ચર્ચા એ મારી પણ પરીક્ષા.પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને જણાવ્યું કોઈ પણ પ્રકારના દબાણ માટે આપણે જાતને તૈયાર કરવો પડશે. મનથી નક્કી કરી લેવું પડેશ કે આપણે જીતવું છે. માતા-પિતાએ બાળકો પર દબાણ ન કરવું જોઈએ..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જીવનમાં સ્પર્ધા ન હોય તો જીવન ચેતનાહીન બની જાય છે. સ્પર્ધા વિકૃત નહિં પરંતુ હેલ્ધી હોવી જોઈએ. ..આપણી સ્પર્ધા આપણી જાત સાથે હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો સાથે સ્પર્ધામાં ન ઉતરે. પરંતુ મિત્રો પાસેથી હંમેશા શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારા બાળકની તુલના અન્ય બાળકો સાથે ન કરો. સફળ ન થયેલા માતા-પિતા પોતાના બાળકોના રિપોર્ટ કાર્યને પોતાનું વિઝિટિંગ કાર્ડ ન બનાવે.
વિદ્યાર્થીનો તણાવ ઓછો કરવામાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે. વિષય અને અભ્યાસક્રમથી આગળ વધી શિક્ષક અને વિદ્યાર્થીનો નાતો કેળવાય તો પરીક્ષા સમયે તણાવની સ્થિતિ ઉદ્ભવે જ નહિં. આ સંબંધથી વિદ્યાર્થીને તાકાત આપે છે. શિક્ષકનું કામ જોબ કરવાનું નહિં પણ જીવન સવારવાનું અને સામર્થ્ય આપવાનું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું પરીક્ષા દરમિયાન માતા પિતાનું વર્તન બાળકમાં તણાવ પેદા કરે છે. પ્રધાનમંત્રીએ માતા પિતાને કહ્યું કે બાળકને તેની મસ્તીમાં જીવવા દે...પહેરવેશ, ખાનપાન, પરીક્ષા ખંડ સુધી મુકવા જવાથી આદત વિદ્યાર્થીમાં તનાવમાં પેદા કરે છે. પરીક્ષા સમયે ગભરાટ ન રાખવો જોઈએ. સમયનું યોગ્ય પ્લાનિંગ કરીને ચાલવું જોઈએ. ગભરાટ દૂર કરવા વિદ્યાર્થીઓ લખવાની ટેવ કેળવે. વિદ્યાર્થી પોતાનું લખેલું વાંચે અને પોતાની ભૂલોને સુધારે . જો તમને તરતા આવડશે તો તમારો ડર આપો આપ દૂર થઈ જશે. વિદ્યાર્થીઓએ જીવનમાં સંતુલન જાળવવું જોઈએ. વિદ્યાર્થી માટે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન જરૂરી છે. સાથે જ પૂરતી ઉંધ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. ઓછી ઉંધ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. સાથે જ પ્રધાનમંત્રીએ સ્વસ્થ શરીર અને મન માટે સમતોલ આહાર અને કસરત પર ભાર મુક્યો હતો
પ્રધાનમત્રીએ કહ્યું કે આપણે કોઈ પણ વસ્તુને ઓછી ન આંકવી જોઈએ. આપણે જે વિષય લીધો છે તેને પાર પાડવાનું સામર્થ્ય આપણામાં હોવું જોઈએ..નિર્ણય લેતા પહેલા તમામ મુદ્દાઓને ચકાસી લો પરંતુ બાદમાં નિર્ણાયક બનો. કન્ફયુઝનથી હંમેશા દૂર રહો. આજે પરીક્ષા પે ચર્ચાના 7માં સંસ્કરણનું આયોજન નવી દિલ્હીના ભારત મંડપમમાં કરાયું. પરીક્ષા કાર્યક્રમને સંબોધતા પહેલા નરેન્દ્ર મોદીએ ત્યાં આયોજિત પ્રદર્શનની ઝાંખી નિહાળી હતી. દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓના બનાવેલા પ્રોજેક્ટ્સની માહિતી પણ પ્રધાનમંત્રીએ મેળવી હતી.
