પ્રધાનમંત્રીએ યુપીના શાહજહાંપુરમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીના શાહજહાંપુરમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. મોદીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. શ્રેણીબદ્ધ PMOની ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં ટ્રેક્ટર ટ્રોલીની નદીમાં પડવાથી થયેલ દુર્ઘટન અત્યંત દુઃખી કરનારી છે. આ અકસ્માતમાં જે લોકોના સંબંધિયોએ જીવ ગુમાવ્યા છે. તેમના પ્રતિયે મારી ઊંડી સંવેદના સાથે ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રથના છે. શાહજહાપુર ખાતેની ઘટનાને જોતા સ્થાનિક તંત્ર રાહત અને બચાવની કામગીરી કરી રહ્યું છે. અસરગ્રસ્તોની વ્યક્તિઓની દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત યુપીના શાહજહાંપુરમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે.
