Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળી તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી

Live TV

X
  • પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળી તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું. આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળ્યા અને શુભેચ્છા પાઠવી.પ્રધાનમંત્રી કહ્યું કે ,"ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરજી સાથે મુલાકાત કરી અને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી."

    આ ઉપરાંત તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને તેમને અને તેમના પરિવારને દિવાળીની શુભકામનાઓ પાઠવી. કહ્યું કે ,પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના નિવાસસ્થાને ગયા અને તેમને તેમજ તેમના પરિવારને દિવાળીની શુભકામનાઓ પાઠવી.

    પ્રધાનમંત્રીએ અયોધ્યા દીપોત્સવની ઊર્જાને પણ નમન કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અયોધ્યા દીપોત્સવની ઊર્જા દેશમાં નવી ગતિશીલતાનો સંચાર કરશે. તેમણે ભગવાન શ્રી રામ તમામ દેશવાસીઓને આશીર્વાદ આપે અને બધા માટે પ્રેરણારૂપ બને તેવી શુભેચ્છા પાઠવી હતી.

    આ પહેલા તેઓએ  હિમાચલ પ્રદેશના લેપ્ચામાં બહાદુર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશના લેપ્ચામાં આપણા બહાદુર સુરક્ષા દળો સાથે દિવાળી વિતાવવી એ ઊંડી ભાવનાઓ અને ગર્વથી ભરેલો અનુભવ રહ્યો છે. દેશ તમારો આભારી અને ઋણી છે. જે જગ્યાએ જવાનોની નિયુક્તિ કરવામાં આવે છે તે જગ્યા મારા માટે કોઈ મંદિરથી ઓછી નથી. તમે જ્યાં પણ હોવ ત્યાં મારો તહેવાર છે. સશસ્ત્ર દળોએ ભારતનું ગૌરવ નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. યુદ્ધના ક્ષેત્રથી લઈને બચાવ અભિયાન સુધી, ભારતીય સશસ્ત્ર દળો જીવન બચાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે નારીશક્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો. નારીશક્તિ રાષ્ટ્રની રક્ષામાં મોટી ભૂમિકા ભજવી રહી 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply