પ્રધાનમંત્રીએ 32,000 કરોડથી વધારેની કિંમતની 220 પરિયોજનાઓની ભેટ આપી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે હતા. અહીં રૂ.32,000 કરોડથી વધારેની કિંમતની 220 વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ IIT ભિલાઈ, IIT તિરૂપતિ, IIITDM કુર્નૂલ, IIM બોધગયા, IIM બોધગયા, IIM જમ્મુ, IIM વિશાખાપટ્ટનમ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ-કાનપુર જેવી કેટલીક મહત્વપૂર્ણ શૈક્ષણિક સંસ્થાઓના પરિસરોને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ સાથે દેશભરની કેટલીક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવા માટે અનેક પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા.
જમ્મુમાં પ્રધાનમંત્રીએ 3 નવી IIMનું પણ ઉદઘાટન કર્યું. પીએમ મોદીએ AIIMS જમ્મુ, IIT જમ્મુનું પણ આજે લોકાર્પણ કર્યું. જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને કોમન યુઝર ફેસિલિટી પેટ્રોલિયમ ડેપોનો શિલાન્યાસ કર્યો. જમ્મુ અને કાશ્મીરમાં કેટલાક મહત્વપૂર્ણ માર્ગ અને રેલવે કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ દેશમાં કેન્દ્રીય વિદ્યાલય માટે 20 નવી ઇમારતો અને 13 નવી નવોદય વિદ્યાલય ઇમારતોનું ઉદઘાટન પણ કર્યું. પોતાના કાર્યક્રમ દરમિયાન PM મોદીએ જમ્મુ-કાશ્મીરના લગભગ 1500 નવનિયુક્ત સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. પ્રધાનમંત્રી 'વિકસિત ભારત વિકસિત જમ્મુ' કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી.
આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ તમામ પ્રોજેક્ટસથી જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ વિકાસને વેગ આપશે. અમે વિકસિત જમ્મુ કાશ્મીર સુનિશ્ચિત કરીશું, વિકસિત જમ્મુ-કાશ્મીરનું નિર્માણ કરવા માટે સરકાર ગરીબો, ખેડૂતો, યુવાનો અને નારી શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસનો મંત્ર જમ્મુ-કાશ્મીરના વિકાસનો પાયો છે, પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકોને ભારતના બંધારણમાં આપવામાં આવેલા સામાજિક ન્યાયનું આશ્વાસન મળી રહ્યું છે, એક નવું જમ્મુ કાશ્મીર અસ્તિત્વમાં આવી રહ્યું છે કારણ કે કલમ 370 નાબૂદ થવાની સાથે તેના વિકાસમાં સૌથી મોટી અડચણ દૂર થઈ ગઈ હતી, વિકસિત જમ્મુ-કાશ્મીર માટે વિશ્વ ઉત્સાહિત છે.
