Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી ઓડિશામાં રૂ. 19,600 કરોડથી વધુની કિંમતની વિકાસ પરિયોજનાઓ કરશે રાષ્ટ્રને સમર્પિત

Live TV

X
  • આજે પ્રધાનમંત્રી પારાદીપ-હરિદાસપુર લાઇન પર કેન્દ્રપારા વાયા પારાદીપથી કિયોંઝરને જોડતી મેમુ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાની એક દિવસીય મુલાકાતે આજે બપોરે ભુવનેશ્વર પહોંચશે. ત્યાંથી તેઓ જાજપુર જિલ્લાના ચંદીખોલ જશે. ત્યાં તેઓ 19,600 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં તેલ અને ગેસ, રેલ્વે, માર્ગ, પરિવહન, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને પરમાણુ ઉર્જા સહિતના વિવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

    આજે પ્રધાનમંત્રી પારાદીપ-હરિદાસપુર લાઇન પર કેન્દ્રપારા વાયા પારાદીપથી કિયોંઝરને જોડતી મેમુ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. જેનાથી જિલ્લાના લોકોની માંગ પૂર્ણ થશે. પ્રધાનમંત્રી બેનપુર, ચંડીખોલમાં પણ જાહેર સભાને સંબોધશે.

    આગામી લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીની ઓડિશાની આ બીજી મુલાકાત છે. પીએમ મોદી ગયા મહિનાની 3 તારીખે સંબલપુરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના કેમ્પસનું ઉદ્ઘાટન કરવા ઓડિશા ગયા હતા. તેમણે સંબલપુરમાં જનસભાને પણ સંબોધી હતી. પ્રધાનમંત્રીની આજની મુલાકાતને ધ્યાનમાં રાખીને, ભુવનેશ્વરમાં બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ચંદીખોલમાં જાહેર સભા સ્થળ પર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply