પ્રધાનમંત્રી કેન્દ્ર સરકારમાં નવનિયુક્ત થયેલા 71,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ડિસેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71,000થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂંક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 ડિસેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71,000થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂંક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે.રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને આત્મ-સશક્તિકરણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે.
દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળા યોજાશે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે આ ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ કરાયેલી નવી ભરતીઓ ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ સહિત વિવિધ મંત્રાલયો/વિભાગોમાં જોડાશે.
ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નવી નિમણૂંક પામેલા 51 હજાર ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કર્યા હતા. આ રોજગાર મેળાઓ 37 સ્થળોએ દેશભરમાં યોજવામાં આવ્યા હતા. આ નિમણૂંકો કેન્દ્રના સરકારી વિભાગો તેમજ રાજ્યસ્તર અને કેન્દ્રશાસિત પ્રદેશની જગ્યાઓના વિવિધ વિભાગો માટે થઈ હતી, જેમાં રેલવે, ગૃહ મંત્રાલય, પોસ્ટ, રેવન્યુ અને ઉચ્ચ શિક્ષણ મંત્રાલયના વિભાગોનો પણ નિમણૂંક માટે સમાવેશ કરવામાં આવ્યો હતો
