Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ DG-IG કોન્ફરન્સમાં પોલીસિંગ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અહીં દેશના તમામ ટોચના પોલીસ અધિકારીઓ સાથે 59મી DG-IG કોન્ફરન્સના બીજા દિવસે પોલીસિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી.

    "ભુવનેશ્વરમાં DGP/IGP કોન્ફરન્સમાં પ્રથમ દિવસ ખૂબ જ સફળ રહ્યો. પોલીસિંગ અને સુરક્ષા પર વિવિધ વિષયો પર ચર્ચા કરી," પ્રધાનમંત્રી ટ્વિટર કરી મીટિંગની તસવીરો પણ શેર કરી હતી. 

    બેઠકમાં, તમામ રાજ્યોના પોલીસ દળોના વડાઓ અને અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ વર્તમાન અને ઉભરી રહેલા રાષ્ટ્રીય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે રોડમેપ તૈયાર કરવાના હેતુથી વિવિધ પાસાઓ પર ચર્ચા કરી રહ્યા છે. આ પડકારોમાં ડાબેરી ઉગ્રવાદ, દરિયાકાંઠાની સુરક્ષા, નાર્કોટિક્સ, સાયબર ક્રાઈમ અને આર્થિક સુરક્ષાનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, પ્રતિનિધિઓ નવા ફોજદારી કાયદાઓ અને પહેલોના અમલીકરણમાં પ્રગતિ અને તેમના સંબંધિત રાજ્યોમાં પોલીસિંગની શ્રેષ્ઠ પદ્ધતિઓની પણ સમીક્ષા કરશે.

    અગાઉ, શુક્રવારે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતી વખતે, ગૃહમંત્રીએ વર્ષ 2047 સુધીમાં PM મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા અને વર્ષ 2027 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં સુરક્ષા સંસ્થાનની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ગૃહમંત્રીએ પૂર્વીય સરહદ પર ઉભરતા સુરક્ષા પડકારો, સ્થળાંતર અને શહેરી પોલીસિંગમાં વલણો પર ધ્યાન કેન્દ્રિત કરવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ઝીરો ટોલરન્સ સ્ટ્રેટેજી પ્લાન અને ઝીરો ટોલરન્સ એક્શન ઇનિશિયેટિવને ઝીરો ટોલરન્સ પોલિસીના અમલ માટે પણ હાકલ કરી હતી.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીના નેતૃત્વમાં ભારત પોતાના પોલીસ દળને નવા યુગના પડકારો સામે રાષ્ટ્રનું રક્ષણ કરવા અને ગુના અને આતંકવાદના મૂળ કારણોને દૂર કરવા સક્ષમ તંત્ર તરીકે તૈયાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે DG-IG કોન્ફરન્સ સહયોગ દ્વારા દરેક રાજ્યમાં પોલીસિંગ સિસ્ટમને મજબૂત કરવા માટે માહિતી અને અનુભવો શેર કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply