Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશને 42 હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસકાર્યોની ભેટ આપી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના આઝમગઢથી રૂપિયા 42 હજાર કરોડથી વધારેનાં મૂલ્યની વિકાસલક્ષી પહેલોનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. દેશના ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપતાં પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં એરપોર્ટના 15 નવાં ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન, અને શિલાન્યાસ કર્યું.

    પ્રધાનમંત્રીએ લખનઉં અને રાંચીના લાઇટ હાઉસ પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું.. પ્રધાનમંત્રીએ જાન્યુઆરી, 2021માં આ લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજે ઉત્તર પ્રદેશમાં રેલ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને, મજબૂત કરવા માટે રૂપિયા 27 હજાર કરોડથી વધારેના મૂલ્યની પરિયોજનાઓનો પણ શુભારંભ થયો.

    પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં "પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના" હેઠળ નિર્મિત રૂપિયા 3 હજાર 700 કરોડથી વધારેનાં મૂલ્યની,, 744 ગ્રામીણ રોડ પરિયોજનાઓ દેશને અર્પણ કરી. આ સિવાય પ્રધાનમંત્રીએ પ્રયાગરાજ, જૌનપુર અને ઇટાવામાં અનેક Suez Treatment Plant,, અને આ પ્રકારની અન્ય પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply