પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીમાં મેગા ફૂડ ઈવેન્ટ 'વર્લ્ડ ફૂડ ઈન્ડિયા'નું ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીમાં મેગા ફૂડ ઈવેન્ટ 'વર્લ્ડ ફૂડ ઈન્ડિયા'નું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે મેગા ફૂડ ઈવેન્ટ 'વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023'ની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ 'વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023' સંબંધિત પ્રદર્શનને નિહાળ્યું. કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે સંબોધન કર્યું હતું. ત્યારબાદ, કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે પણ ઉપસ્થિત દેશ વિદેશના પ્રતિનિધિઓને સંબોધિત કરી આ કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી. મહત્ત્વનું છે કે, વર્લ્ડ ફૂડ ઈન્ડિયાની આ આવૃત્તિમાં નેધરલેન્ડ સહભાગી દેશ છે જ્યારે જાપાન અને વિયેતનામ ફોકસ દેશ છે. વર્લ્ડ ફૂડ ઈન્ડિયા વૈશ્વિક હિસ્સેદારોને તેની ક્ષમતા દર્શાવવાનો પ્રયાસ કરશે. આ ઇવેન્ટમાં 80 થી વધુ દેશોના 1,200 થી વધુ પ્રદર્શકો અને સહભાગીઓ ભાગ લેશે. આ પ્રસંગે પીએમ મોદી એક લાખથી વધુ સ્વ-સહાય જૂથના સભ્યોને કાર્યકારી મૂડી સહાયનું વિતરણ પણ કરશે. સમૃદ્ધ ભારતીય ખાદ્ય સંસ્કૃતિને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે કેટલાક પેવેલિયન બનાવવામાં આવશે. આ ઉપરાંત, આ વર્ષે સૌથી લાંબા ઢોંસાનો ગિનિસ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે, જેની લંબાઈ 100 ફૂટથી વધુ હશે.ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના વિવિધ પાસાઓ પર લગભગ 50 ઇન્ટરેક્ટિવ સત્રોનું પણ આયોજન કરવામાં આવશે.
