Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણયો

Live TV

X
  • રસોઈ ગેસની માર્ગદર્શિકામાં સુધારો કરવા અપાઇ મંજૂરી, સાથે કેન્દ્રીય કેબિનેટે ભારતીય અંતરિક્ષ નીતિ-2023ને પણ આપી મંજૂરી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પ્રજાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. જેમાં રસોઇ ગેસની માર્ગદર્શિકાઓમાં સુધારાની કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી. કેન્દ્રીય કેબિનેટની મંજૂરીને કારણે પ્રતિકૂળ બજારની સ્થિતિમાં ગેસ ઉત્પાદકોને પર્યાપ્ત સુરક્ષા મળી શકશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા પત્રકારોને જણાવ્યુ હતું કે, કાચા તેલની આયાતમાં પ્રાકૃતિક ગેસના ભાવમાં દર મહિને  ભારતનુ સરેરાશ યોગદાન અંદાજીત દસ ટકા જેટલુ છે. તેમણે જણાવ્યુ હતું કે આ નિર્ણયને કારણે ગેસના ભાવે સ્થિર કરી શકાશે.

    બીજા મહત્વના નિર્ણયોમાં કેન્દ્રીય કેબિનેટે ભારતીય અંતરિક્ષ નીતિ 2023ને પણ મંજૂરી આપી દીધી છે. તેનો ઉદ્દેશ અંતરિક્ષની પ્રવૃત્તિઓ વધારીને ઇસરોના વિવિધ અભિયાનોને  પ્રોત્સાહન આપીને તેની  ભૂમિકાને બળ આપવાનો છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યુ હતું કે નવી નીતિને કારણે શિક્ષણ, સંશોધન અને સ્ટાર્ટ અપને વેગવંતુ બનાવી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply