Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બ્રિટન અને માલદીવના પ્રવાસે

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લંડન મુલાકાત પહેલા ભારત અને UKના અધિકારીઓ મુક્ત વેપાર કરાર (FTA)ને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બ્રિટન અને માલદીવના પ્રવાસે છે.. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે બ્રિટન પહોંચશે. આ મુલાકાતનો હેતુ ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના આમંત્રણ પર થઈ રહી છે. મુલાકાત દરમિયાન, બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક રીતે મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીત કરશે. આ સમય દરમિયાન, મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. જેનો બંને દેશોના અર્થતંત્ર પર સકારાત્મક પ્રભાવ પડશે, તો બીજી તરફ, પ્રધાનમંત્રી મોદી માલદીવના 7મા સ્વતંત્રતા દિવસ પર મુખ્ય અતીથી તરીકે હાજરી આપશે. 

    મુક્ત વેપાર કરારને આખરી ઓપ

    PM મોદીની લંડન મુલાકાત પહેલા ભારત અને UKના અધિકારીઓ મુક્ત વેપાર કરાર (FTA)ને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. બુધવાર સુધીમાં ટેરિફ સંબંધિત મુદ્દાઓ પર કરાર સુધી પહોંચવાનો ઉદ્દેશ્ય છે જેથી બંને વડાપ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં FTA પર હસ્તાક્ષર થઈ શકે. ભારત રશિયા પાસેથી તેલ ખરીદી પર લાદવામાં આવેલા પ્રતિબંધોને સ્વીકારશે નહીં.

    બંને દેશોના વડાપ્રધાનોએ તારીખ 6 મે, 2025ના રોજ જાહેરાત કરી હતી કે ભારત અને બ્રિટન ટૂંક સમયમાં FTA પર હસ્તાક્ષર કરશે. વેપાર મુદ્દા પર કરાર હોવા છતાં, ભારતીય વડાપ્રધાન બ્રિટિશ નેતાઓને સ્પષ્ટ કરશે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દા પર બ્રિટન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને સ્વીકારશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply