પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરલ અને તમિલનાડુના પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ પ્રવાસે છે. પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ પહેલા કેરલ રાજ્યની મુલાકાત લેશે અને ત્યારબાદ તમિલનાડુ જશે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેમજ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી જનતાને સંબોધન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ પ્રવાસે છે. પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ પહેલા કેરલ રાજ્યની મુલાકાત લેશે અને ત્યારબાદ તમિલનાડુ જશે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેમજ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી જનતાને સંબોધન કરશે.
કેરલ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરશે.. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.પ્રધાનમંત્રી ત્રણ અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે,, જે કેરળમાં રેલ કનેક્ટિવિટી વધારશે.. સાથે પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં CSIR-NIIST ઇનોવેશન, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા હબનો શિલાન્યાસ કરશે.. ઉપરાંત પ્રધાનમંત્રી પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે. તો સાથે એક લાખ લાભાર્થીઓને પીએમ સ્વનિધિ લોનનું વિતરણ પણ કરશે.. પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં નવી પૂજાપુરા મુખ્ય પોસ્ટ ઓફિસનું પણ ઉદ્ઘાટન કરશે..જે આધુનિક, ટેકનોલોજી-સક્ષમ સુવિધા ટપાલ, બેંકિંગ, વીમા અને ડિજિટલ સેવાઓની વ્યાપક શ્રેણી પ્રદાન કરશે, જે નાગરિક-કેન્દ્રિત સેવા વિતરણને વધુ મજબૂત બનાવશે.
કેરલ બાદ પ્રધાનમંત્રી મોદી તમિલનાડુ જશે, જ્યાં તેઓ જનસભાને સંબોધિત કરશે જેમાં એનડીએના તમામ નેતાઓ હાજર રહશે. પીએમ મોદી ચૈન્નાઇ પાસે મદુરાંતકમમાં સાર્વજનિક સભાને સંબોધિત કરશે. જેમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન અને એનડીએના તમામ પક્ષો મંચ પર હાજર રહશે. લગભગ 11 પક્ષોના આ મોટા ગઠબંધનના નેતાઓને એક મંચ પર લાવીને પીએમ મોદી અને ભાજપા સંદેશ આપવા માંગે છે કે તેમનુ ગઠબંધન એકજૂટ અને મજબુત છે.
પ્રધાનમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખીને કેરલ અને તમિલનાડુ બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થાઓ કડક બનાવવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે સજ્જ રાખવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થામાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી સામાન્ય જનતાને ઓછું અસુવિધા થાય.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ દક્ષિણ ભારત પ્રવાસ દેશના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ મુલાકાતથી કેરલ અને તમિલનાડુ બંને રાજ્યોમાં વિકાસ પ્રોજેક્ટ્સને નવી દિશા મળશે અને જનતામાં વિકાસ અંગે વિશ્વાસ વધુ મજબૂત થશે.
