Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન શણમુગરત્નમ સાથે મુલાકાત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શણમુગરત્નમને મળશે.  શણમુગરત્નમ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે.

    વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં સિંગાપોરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સેમિકન્ડક્ટર, ઔદ્યોગિક ઉદ્યાનો, કૌશલ્ય વિકાસ, ડિજિટલાઇઝેશન અને વેપારને પ્રોત્સાહન આપવાના ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે કહ્યું કે બંને દેશો દ્વિપક્ષીય સંબંધોના 60 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે અને આ પ્રસંગે સિંગાપોરના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત વ્યાપક ભાગીદારીને નવી ગતિ આપશે.

    રાષ્ટ્રપતિ ષણમુગરત્નમ પાંચ દિવસની ભારત મુલાકાતે છે. તેમની સાથે મંત્રીઓ અને સાંસદો સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે શણમુગરત્નમની આ પહેલી ભારત મુલાકાત છે. તેઓ આવતીકાલે અને શનિવારે ઓડિશાના પ્રવાસે રહેશે.

    ભારત અને સિંગાપોર વચ્ચે મિત્રતા અને પરસ્પર આદર પર આધારિત વિશ્વાસપાત્ર સહયોગનો સંબંધ રહ્યો છે. શણમુગરત્નમની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply