Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'મન કી બાત' કાર્યક્રમ થકી દેશવાસીઓ સાથે કરશે સંવાદ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'મન કી બાત' કાર્યક્રમ થકી દેશવાસીઓ સાથે કરશે સંવાદ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર તેમના લોકપ્રિય માસિક રેડિયો કાર્યક્રમ "મન કી બાત" ના માધ્યમથી દેશ અને વિદેશના નાગરિકો સાથે પોતાના વિચારો શેર કરશે. પ્રધાનમંત્રીના આ રેડિયો પ્રસારણનો આ 138 એપિસોડ રહેશે.

    આ કાર્યક્રમ સમગ્ર ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) અને દૂરદર્શન નેટવર્ક પર સાંભળી શકાશે. આ ઉપરાંત, તે AIR ન્યૂઝ વેબસાઇટ અને NewsOnAIR મોબાઇલ એપ પર પણ ઉપલબ્ધ રહેશે.  શ્રોતાઓ તેને AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની અધિકૃત યુટ્યુબ ચેનલો પર પણ લાઇવ જોઈ શકશે.

     ઓલ ઈન્ડિયા રેડિયો પર હિન્દી પ્રસારણ પૂર્ણ થયા બાદ તરત જ આ કાર્યક્રમ વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત કરવામાં આવશે, જેથી દેશના ખૂણે-ખૂણેથી લોકો તેને પોતાની માતૃભાષામાં માણી શકે.

    દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દેશના ઉત્સાહી નાગરિકોની સફળતાની ગાથાઓ, નવી પહેલો અને સામાજિક વિષયો પર ચર્ચા કરતા હોય છે. આજના એપિસોડમાં PM મોદી કયા નવા વિષયો પર પ્રકાશ પાડે છે તેના પર સૌની નજર રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
apply