પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમમાં પોતાના વિચારો શેર કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 125મો એપિસોડ હશે.
આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝઓનએર મોબાઇલ એપ પર પ્રસારિત કરવામાં આવશે.
તેનું ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઈવ પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ તેનું પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારણ કરવામાં આવશે.
