Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે PM-કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળના હુગલીના તારકેશ્વર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. આ અંતર્ગત દેશભરના પાત્ર ખેડૂતોના ખાતામાં સીધી નાણાકીય સહાય ટ્રાન્સફર કરવામાં આવશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળના હુગલીના તારકેશ્વર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. આ અંતર્ગત દેશભરના પાત્ર ખેડૂતોના ખાતામાં સીધી નાણાકીય સહાય ટ્રાન્સફર કરવામાં આવશે.

    ગુજરાતના ખેડૂતોને ₹1,025 કરોડથી વધુની સહાય
    આ હપ્તા અંતર્ગત ગુજરાતના 51.28 લાખથી વધુ ખેડૂતોને સીધો લાભ મળશે. રાજ્યના ખેડૂતોના બેંક ખાતામાં ₹1,025 કરોડથી વધુની રકમ સીધી જમા (ડીબીટી) કરવામાં આવશે. સમગ્ર દેશની વાત કરીએ તો, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ભારતના 9.44 કરોડથી વધુ ખેડૂત પરિવારોને ₹18,880 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાશે.

    ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’
    ગુજરાતમાં આ યોજનાના સુચારુ અમલીકરણના ભાગરૂપે ગાંધીનગરના ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના “પીએમ કિસાન ઉત્સવ દિવસ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશ કટારા પણ ઉપસ્થિત રહેશે.

    દેશભરના ખેડૂતો સાથે પ્રધાનમંત્રી મોદીનો વર્ચ્યુઅલ સંવાદ
    રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી હપ્તો જાહેર કરવાની સાથે દેશભરના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરશે અને પશ્ચિમ બંગાળના કાર્યક્રમમાંથી લાભાર્થીઓને સંબોધિત કરશે. સત્તાવાર આંકડાઓ મુજબ, પીએમ-કિસાન યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 22 હપ્તા વિતરિત થઈ ચૂક્યા છે, જેમાં દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને ₹4.28 લાખ કરોડથી વધુની સંચિત સહાય મળી છે.

    ઠેર-ઠેર જીવંત પ્રસારણની વ્યવસ્થા
    પ્રધાનમંત્રીના આ કાર્યક્રમનું કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, માર્કેટ યાર્ડ્સ, ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO), પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ ખાતે જીવંત પ્રસારણ (Live Broadcast) કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે પણ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે.

    કૃષિ ક્ષેત્રે નવી યોજનાઓની ભેટ
    શનિવારથી શરૂ થઈ રહેલા પોતાના બે દિવસીય પશ્ચિમ બંગાળના પ્રવાસ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે બંગાળી ભાષામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રવાસની વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે 20 જૂનનો દિવસ ખાસ છે કારણ કે આજે 'પશ્ચિમ બંગાળ દિવસ' (West Bengal Day) છે. તેમણે ઉમેર્યું કે, તારકેશ્વરથી પીએમ-કિસાન યોજનાનો હપ્તો જાહેર કરવાની સાથે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી અન્ય મોટી કેન્દ્રીય યોજનાઓ પણ લોન્ચ કરવામાં આવશે, જેમાં:

    પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

    ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અંતર્ગત એગ્રી સ્ટેક (Agri Stack)

    રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન (National Mission on Natural Farming)

    પ્રધાનમંત્રી ધાન્ય-ધાન્ય કૃષિ યોજના

    આ યોજનાઓ પશ્ચિમ બંગાળના મહેનતુ ખેડૂતોને મોટો લાભ પહોંચાડશે. આ ઉપરાંત, 21 જૂને પ્રધાનમંત્રી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોલકાતામાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply