પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા ફેઝનો શુભારંભ કરાવશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા ફેઝનો શુભારંભ કરાવશે. જેમાં અમદાવાદથી સરળતાથી ગાંધીનગર પહોંચી શકાશે. આ સંદર્ભે ગાંધીનગરના સેક્ટર-1 ના મેટ્રો સ્ટેશનની મુલાકાત સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો - GNLU, PDEU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર-1 ના વિસ્તારને આવરી લેવાશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોની રોજિંદી અવરજવર રહે છે, ત્યારે મેટ્રો ટ્રેન સુવિધા બંને શહેરો વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનાવશે, જેથી આવાગમન વધુ ઝડપી, સુરક્ષિત અને સસ્તુ બનશે.
