પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશમાં 4000 કરોડ રૂપિયાથી વધુના રેલ અને રોડ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે મધ્યપ્રદેશમાં 4,000 કરોડ રૂપિયાથી વધુના રેલ અને રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કોટા-બીના રેલ માર્ગના ડબલિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ રૂ. 1,580 કરોડથી વધુના ખર્ચના બે રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. જેમાં મોરીકોરી-વિદિશા-હિનોતિયાને જોડતો ફોર-લેન રોડ પ્રોજેક્ટ અને હિનોતિયાથી મેહલુવા સુધીનો રોડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસ જીના સ્મારક સ્થળ પર ભૂમિપૂજન કરશે. આ સ્મારક લગભગ સાડા અગિયાર એકરમાં એકસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવશે.
