Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્ય સચિવોના ચોથા સંમેલનની અધ્યક્ષતા કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. કોન્ફરન્સનો ઉદ્દેશ સહકારી સંઘવાદ પર ધ્યાન કેન્દ્રિત કરીને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાનો છે અને ઝડપી વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા માટે બહેતર સહકાર સુનિશ્ચિત કરવાનો છે.

    મુખ્ય સચિવોની પ્રથમ પરિષદ જૂન 2022માં ધર્મશાલામાં યોજાઈ હતી. આ પછી બીજી કોન્ફરન્સ જાન્યુઆરી 2023માં દિલ્હીમાં થઈ હતી અને ત્રીજી કોન્ફરન્સ પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં દિલ્હીમાં થઈ હતી. સંમેલનમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.

    ત્રણ દિવસીય સંમેલનનો વિષય, ઉદ્યમતા, રોજગાર, અને કૌશલ્યને વધારો આપવા સાથે જ જનસાંખ્યનો લાભ લેવાનો છે. જેમાં 6 ક્ષેત્રો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. તેમાં નિર્માણ, સેવા, ગ્રામીણ, કૃષિ, નવીનીકરણ અને ઉર્જા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

    વિકસિત ભારત માટે અગ્રણી પ્રોદ્યોગિકી આર્થીક વિકાસ કેન્દ્રોના રૂપમાં શહેરોના વિકાસ, રોકાણ માટે રાજ્યોનો આર્થિક સુધાર, મિશન શ્રમયોગીના માધ્યમથી ક્ષમતા નિર્માણ માટેના વિશેષ સત્રનું પણ આયોજન કરવામાં આવશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply