પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે
Live TV
-
2,535 વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ડિગ્રી આપવામાં આવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયના દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં 2,535 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. કાર્યક્રમમાં વિશ્વ ભારતી વિશ્વ વિધ્યાલયના નિર્દેશક અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડોક્ટર રમેશ પોખરીયાલ નિશંક અને કેન્દ્રીય રાજ્ય શિક્ષા મંત્રી સંજય ધોતરે પણ ઉપસ્થિત રહેશે. 1921માં રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થપાયેલ ભારતની આ સૌથી જૂની કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયના કુલપતિ પણ છે.
આજે કેરળમાં પણ પ્રધાનમંત્રી કેટલીક મુખ્ય યોજનાઓના ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના વીજળી અને શહેરી ક્ષેત્રને લગતી કેટલીક મુખ્ય યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે કેરળના મુખ્યમંત્રી કેન્દ્રીય વિદ્યુત રાજ્ય મંત્રી - સ્વતંત્ર પ્રભાર અને નવી અને નવીનીકરણીય ઊર્જા, આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી 320 કે.વી. પુગ્લુર અને ત્રિશુર વીજળી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે તથા 50 મેગાવોટ ક્ષમતાની કસરગોડ સૂર્ય ઉર્જા પરિયોજના પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં ઇન્ટિગ્રેટેડ કમાન અને નિયંત્રણ કેન્દ્રની આધારશિલા મૂકશે. જેનો આશય તિરુવનંતપુરમ નગર નિગમ માટે સ્માર્ટ સોલુશન્સ પૂરા પાડવાનો છે. સાથે જ તેઓ તિરુવનંતપુરમમાં સ્માર્ટ સડક યોજનાની આધાર શિલા મૂકશે. તથા AMRUT મિશન અંતર્ગત અરુવિકરામાં બનેલા 75 MLD જલ શુધ્ધિકરણ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે.
