પ્રધાનમંત્રી મોદીએ પ્રયાગરાજના કુંભમેળામાં સ્નાન કર્યું અને પૂજા અર્ચના કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. અને તેમણે પ્રયાગરાજના કુંભમેળામાં સ્નાન કર્યું હતું અને પૂજા અર્ચના કરી હતી. પ્રધાનમંત્રી પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ કુંભ સ્વચ્છ આભાર કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સફાઈ કર્મચારીઓ સ્વચ્છતા ગ્રહીઓ પોલીસના જવાનોને અને નાગરિકોને સ્વચ્છ કુંભ સ્વચ્છ આભાર પુરસ્કાર પણ એનાયત કરશે. આ પ્રસંગે સ્વચ્છ સેવા લાભ પેકેજની ડીજીટલ જાહેરાત પણ થશે. પ્રધાનંત્રી તે પછી એક રેલીને સંબોધશે. તેઓ પ્રયાગરાજ ખાતે સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ પણ કરશે.
