પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે રૂ. 7300 કરોડની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા
Live TV
-
પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ઝાબુઆને રૂ. 7 હજાર 300 કરોડની વિકાસ પરિયોજનાઓની આપી ભેટ, વિશાળ આદિવાસી મહાકુંભમાં કર્યું સંબોધન, જનજાતીય સમાજને ગણાવ્યું દેશનું ગૌરવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે રૂ. 7300 કરોડની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. ઝાબુઆમાં વિશાળ આદિવાસી મહાકુંભમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું, કે મધ્યપ્રદેશના વિકાસ માટે આજથી વિવિધ યોજનાઓ શરૂ થઇ રહી છે. તેમણે ઉમેર્યું કે મધ્યપ્રદેશમાં ડબલ એન્જીનની સરકાર ડબલ ઝડપથી કામ કરી રહી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે હું મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા આવ્યો નથી. જોકે તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ડબલ એન્જીનની સરકાર પ્રત્યે લોકોનું જનસમર્થન વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિપક્ષના મોટો મોટા નેતાઓ પહેલેથી જ 2024માં "400 પાર, ફરી એક વાર મોદી સરકાર" એમ કહી રહ્યાં છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે 2023ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની છુટ્ટી થઇ હતી હવે 2024માં, લોકસભાની ચૂંટણીમાં સફાયો થવો નક્કી છે.
પ્રધાનમંત્રી 2 લાખ જેટલી મહિલા લાભાર્થીઓને આહાર અનુદાન યોજના અંતર્ગત આહાર આનુદાનના માસિક સહાયનું વિતરણ કર્યું, આ યોજના હેઠળ મધ્યપ્રદેશની વિવિધ આદિજાતિઓની મહિલાઓને પૌષ્ટિક આહાર માટે દર મહિને 1500 રૂપિયા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાના 1.75 લાખ લાભાર્થીઓને અધિકાર રેકોર્ડનું વિતરણ કરશે.
પ્રધાનમંત્રી 'પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના' હેઠળ 559 ગામો માટે 55.9 કરોડ રૂપિયા જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી ઝાબુઆમાં 'CM રાઇઝ સ્કૂલ'નો શિલાન્યાસ કર્યો. સાથો-સાથ મધ્યપ્રદેશમાં પાણી પુરવઠા અને પીવાના પાણીની વ્યવસ્થાને સુનિશ્ચિત કરતી 'તલવારા પ્રોજેક્ટ'નો ખાતમૂહુર્ત કર્યું. રેલવે વિકાસને ગતિ આપતાં પ્રધાનમંત્રી રતલામ રેલ્વે સ્ટેશન અને મેઘનગર રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યુ હતુ. મધ્યપ્રદેશમાં રૂ. 3 હજાર 275 કરોડથી વધુ ખર્ચે અનેક માર્ગ વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા.
