પ્રધાનમંત્રી મોદી બાંદીપુર ટાઇગર રિઝર્વ ખાતે ખુલ્લી જીપમાં ફર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મૈસૂર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હેટ, ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં પ્રધાનમંત્રીનો લુક અલગ જ હતા. તેઓ ખુલ્લી જીપમાં બાંદીપુર ટાઈગર રિઝર્વની આસપાસ પણ ગયા હતા. પીએમ તમિલનાડુની સરહદે આવેલા મુદુમલાઈ નેશનલ પાર્ક અને થેપ્પકાડુ એલિફન્ટ કેમ્પની પણ મુલાકાત લીધી હતી.
આ એલિફન્ટ પાર્કનું મુખ્ય આકર્ષણ હાથી રઘુ છે. ઓસ્કાર વિજેતા ફિલ્મ "ધ એલિફન્ટ વ્હીસ્પર્સ" રઘુ અને તેના કીપર પર આધારિત છે. તેને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.
PM મોદી ચામરાજનગર જિલ્લામાં સ્થિત બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ સવારે વાઘના સંરક્ષણ માટે કામ કરતા ફ્રન્ટલાઈન ફિલ્ડ સ્ટાફ અને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ (SHG) સાથે વાતચીત કરી હતી. મોદી ટાઈગર રિઝર્વના ફિલ્ડ ડિરેક્ટરોને પણ મળ્યા હતાં. ત્યાર બાદ, વડા પ્રધાન મુદુમલાઈ ટાઈગર રિઝર્વ પાસે આવેલા થેપ્પકાડુ હાથી કેમ્પની પહોંચ્યા અને ત્યાર તેમણે માહુતો તથા 'કાવડીઓ' સાથે વાતચીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 2019માં, PM મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે એશિયામાં પ્રાણીઓના શિકાર અને ગેરકાયદેસર વેપારને રોકવા માટે પહેલ કરી હતી. વડાપ્રધાનના આ જ સંદેશને આગળ વધારવા માટે IBCA શરૂ કરવામાં આવી રહી છે.
વન વિભાગના એડિશનલ ડાયરેક્ટર એસપી યાદવે જણાવ્યું હતું કે ટેક્નોલોજી અને સુરક્ષા વ્યવસ્થાના કારણે વાઘનો શિકાર ઘણી હદ સુધી ઘટી ગયો છે. પરંતુ હજુ પણ તેમના માટે ઘણા જોખમો છે. સ્થાપના સમયે, 18,278 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અભયારણ્યમાં 9 વાઘ હતા.
હવે 75,000 ચોરસ કિમી (જે દેશના ભૌગોલિક વિસ્તારના લગભગ 2.4% છે)માં ફેલાયેલું છે, અનામતની સંખ્યા વધીને 53 વાઘ થઈ ગઈ છે. ભારતમાં લગભગ 3,000 વાઘ છે, જે દુનિયાના જંગલી વાઘની વસ્તીના 70%થી વધારે છે અને આ સંખ્યા દર વર્ષે 6%ના દરે વધી રહી છે.
