Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદી રવિવારે દહેરાદૂનમાં રજત જયંતી સમારોહમાં હાજરી આપશે

Live TV

X
  • પ્રધાનમંત્રી 8,140 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં 930 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને 7,210 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસનો સમાવેશ થાય છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારના રોજ ઉત્તરાખંડના સ્થાપના દિવસના રજત જયંતિ સમારોહમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, પીએમ મોદી રવિવારે બપોરે 12:30 વાગ્યે દહેરાદૂનની મુલાકાત લેશે અને ઉત્તરાખંડ રાજ્યની રચનાની રજત જયંતિ નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ સભાને પણ સંબોધિત કરશે.

    ઉત્તરાખંડને મળશે કરોડોની ભેટ

    આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી રૂપિયા 8,140 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં રૂપિયા 930 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને રૂપિયા 7,210 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ પીવાનું પાણી, સિંચાઈ, ટેકનિકલ શિક્ષણ, ઉર્જા, શહેરી વિકાસ, રમતગમત અને કૌશલ્ય વિકાસ સહિતના મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ, પીએમ મોદી રૂપિયા 62 કરોડની સહાય સીધી 28,000થી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં પણ જારી કરશે.

    આ ઉપરાંત, પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનારા પ્રોજેક્ટ્સમાં AMRUT યોજના હેઠળ 23 વિસ્તારો માટે દહેરાદૂન પાણી પુરવઠા કવરેજ, પિથોરાગઢ જિલ્લામાં પાવર સબસ્ટેશન, સરકારી ઇમારતોમાં સૌર ઉર્જા પ્લાન્ટ, નૈનીતાલમાં હલ્દવાની સ્ટેડિયમ ખાતે એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડ વગેરેનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી બે મુખ્ય જળ ક્ષેત્રના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે: સોંગ ડેમ પીવાના પાણીનો પ્રોજેક્ટ, જે દહેરાદૂનને 150 મિલિયન લિટર પ્રતિ દિવસ પીવાનું પાણી પૂરું પાડશે, અને નૈનીતાલમાં જામરાની ડેમ બહુહેતુક પ્રોજેક્ટ કે જે પીવાનું પાણી, સિંચાઈ અને વીજળી ઉત્પાદન પૂરું પાડશે.

    ઉલ્લેખનીય છે કે, અન્ય પ્રોજેક્ટ્સ જેમનો શિલાન્યાસ કરવામાં આવશે તેમાં પાવર સબસ્ટેશન, ચંપાવતમાં મહિલા રમતગમત કોલેજની સ્થાપના, નૈનિતાલમાં અત્યાધુનિક ડેરી પ્લાન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

    મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શું કહ્યું?

    ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે, તેમણે 9 નવેમ્બરના રોજ યોજાનાર કાર્યક્રમ માટે સ્થળનું નિરીક્ષણ કર્યું છે. તેમણે અધિકારીઓને તમામ વ્યવસ્થા સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમણે અધિકારીઓને એ પણ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી કે કાર્યક્રમ દરમિયાન જનતાને ટ્રાફિક અને અવરજવરમાં કોઈ અસુવિધા ન થાય. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply