પ્રધાનમંત્રી 15મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા પરથી 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી દ્રારા કરશે દેશનું નેતૃત્વ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15મી ઓગસ્ટે દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરશે.
આ વર્ષે સ્વતંત્રતા દિને આઝાદીના અમૃત મહોત્સવ સમારંભોનું સમાપન પણ થશે. તેની શરૂઆત પ્રધાનમંત્રીએ 12મી માર્ચ, 2021ને દિવસ ગુજરાતના અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમથી કરી હતી. આજે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિન સમારંભનું ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું. આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઘણી નવી પહેલ કરવામાં આવી છે. જેમાં દેશભરમાંથી વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા લગભગ એક હજાર 800 વિશેષ અતિથિઓને તેમના જીવનસાથી સાથે આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ વિશેષ અતિથિઓમાં વાઇબ્રન્ટ ગામોના 400 થી વધુ સરપંચો, ખેડૂત ઉત્પાદક સંગઠન યોજનાના 250 અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 50 સહભાગીઓ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સહિત 50 શ્રમ યોગીઓનો સમાવેશથાય છે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 75 યુગલોને, તેમના પરંપરાગત પોશાકમાં, લાલ કિલ્લા પર સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલયે આ વર્ષે નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિન સમારંભમાં ભાગ લેવા 18 જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલા 62 શિલ્પકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિન સમારંભની ઉજવણી બાદ આ શિલ્પકાર, કેન્દ્રીય, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમમંત્રી નારાયણ રાણેના નિવાસ પર યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભાગ લેશે.
