Skip to main content
Settings Settings for Dark

ફિફા વર્લ્ડ કપ: આઈવરી કોસ્ટની કુરાકાઓ સામે 2-0 થી જીત, પ્રથમ વખત નોકઆઉટમાં પ્રવેશ!

Live TV

X
  • ફિફા વર્લ્ડ કપ 2026 માં ગ્રુપ-ઈ ના રોમાંચક મુકાબલામાં આઈવરી કોસ્ટ (કોટે ડી આઈવર) એ શાનદાર પ્રદર્શન કરતા કુરાકાઓને 2-0 થી પરાજય કર્યો હતો. આ જીત સાથે જ આઈવરી કોસ્ટની ટીમે ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત 'રાઉન્ડ ઓફ 32' માં પોતાની જગ્યા બનાવી લીધી છે.

    મેચની શરૂઆતથી જ આઈવરી કોસ્ટની ટીમ કુરાકાઓ પર હાવી રહી હતી. આક્રમક રમત દાખવતા, મેચની માત્ર 7મી મિનિટે નિકોલસ પેપેએ શાનદાર ગોલ કરીને ટીમને 1-0 થી લીડ અપાવી હતી. યાન ડિયોમાન્ડેના પાસ પર પેપે દ્વારા કરવામાં આવેલો આ ગોલ આઈવરી કોસ્ટના વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી ઝડપી ગોલ બન્યો છે.

    ફિલાડેલ્ફિયા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં 1-0 થી પાછળ રહ્યા બાદ કુરાકાઓની ટીમે મેચમાં પરત ફરવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ આઈવરી કોસ્ટના મજબૂત ડિફેન્સે તેમને કોઈ સફળતા મળવા દીધી નહોતી. બીજા હાફમાં પણ આઈવરી કોસ્ટનું વર્ચસ્વ યથાવત રહ્યું અને 64મી મિનિટે નિકોલસ પેપેએ બીજો ગોલ કરીને લીડને 2-0 કરી દીધી હતી. આ ગોલ માટે ઈબ્રાહિમ સાંગારેએ શાનદાર પાસ આપ્યો હતો, જેને પેપેએ ગોલ પોસ્ટમાં મોકલીને ટીમને નિશ્ચિત જીત અપાવી હતી.

    આ ગ્રુપમાંથી ત્રણ ટીમોએ રાઉન્ડ ઓફ 32 માં પ્રવેશ કર્યો છે. જર્મની ગ્રુપમાં પ્રથમ સ્થાને રહ્યું છે, જ્યારે આઈવરી કોસ્ટ બીજા ક્રમે રહીને નોકઆઉટ સ્ટેજમાં પહોંચ્યું છે. આ ઉપરાંત, ઈક્વાડોરે એક મોટો ઉલટફેર કરીને જર્મનીને 2-1 થી હરાવીને આગલા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે.

    ઐતિહાસિક જીત બાદ પેપેએ કહ્યું, "આ અમારા દેશ અને લોકો માટે ગર્વની ક્ષણ છે. અમે નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય કર્યું છે તે ખૂબ જ ખુશીની વાત છે. આ મારા બે ગોલ નથી, પરંતુ સમગ્ર ટીમની મહેનત છે. અમે ટૂર્નામેન્ટમાં આગળ વધવા માટે સક્ષમ છીએ અને અમારું લક્ષ્ય શક્ય હોય તેટલું આગળ જવાનું છે."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply