Skip to main content
Settings Settings for Dark

ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત દેશના યુવાનો સાથે PM મોદી કરશે સંવાદ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવ્યાપી ઓનલાઈન ફિટ ઈન્ડિયા સંવાદ અંતર્ગત આજે ફિટનેસને પ્રોત્સાહન આપનારા વ્યક્તિઓની સાથે વાતચીત કરશે. ફિટ ઈન્ડિયા અભિયાનની પહેલી વર્ષગાંઠની ઉજવણી અંતર્ગત આ વાતચીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઈન વાતચીતમાં પ્રતિભાગી ફિટનેસ અને સારા સ્વાસ્થ્ય અંગે પ્રધાનમંત્રી પાસેથી માર્ગદર્શન મેળવીને પોતાની ફિટનેસ યાત્રાના અનુભવોને પ્રસ્તુત કરશે.

    આ ઓનલાઈન સંવાદમાં વિરાટ કોહલીથી લઈને મિલિન્દ સોમન અને ઋજુતા દિવેકર જેવી હસ્તીઓ ભાગ લેશે. કોવિડ-19 મહામારીની સ્થિતિમાં ફિટનેસ જીવનનું એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. આ સંવાદમાં પોષણ, સ્વાસ્થ્ય અને ફિટનેસના વિવિધ મુદ્દાઓ ઉપર જ્ઞાનવર્ધક ચર્ચાઓ કરવામાં આવશે. પ્રધાનમંત્રી દ્વારા ચલાવાયેલા આ જનઆંદોલનનો ઉદેશ્ય ફિટ ઈન્ડિયા સંવાદ મારફત દેશના નાગરિકોને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફિટ રાષ્ટ્ર બનાવવા તરફ લઈ જવાનો છે.
    ગત વર્ષથી ફિટ ઈન્ડિયા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યા બાદ દેશભરમાં વિભિન્ન કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં દેશભરમાંથી વિભિન્ન વર્ગોના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. અંદાજે સદા ત્રણ કરોડથી વધુ લોકોએ ફિટ ઈન્ડિયા, ફ્રિડમ રન, ફ્લગ રન, સાયક્લોથોન, ફિટ ઈન્ડિયા વીક, ફિટ ઈન્ડિયા સ્કૂલ સર્ટિફિકેટ જેવા અનેક કાર્યક્રમોમાં સહભાગી બનીને સાચું જનઆંદોલન બનાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply