Skip to main content
Settings Settings for Dark

બંગાળના CM મમતા બેનરજી સામે CBI તપાસની માગ, I-PAC દરોડા મુદ્દે HCમાં સુનાવણી

Live TV

X
  • CM મમતા બેનરજી, DGP અને કોલકાતા પોલીસ કમિશનર પર EDની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ...

    I-PAC દરોડા મામલે EDની અરજી પર આજે કલકત્તા હાઇકોર્ટમાં સુનાવણી... અરજીમાં EDએ CM મમતા બેનરજી વિરુદ્ધ CBI તપાસની માગ કરી છે. EDએ અરજી કરી આરોપ લગાવ્યો છે કે, 8 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના CM મમતા બેનરજી, DGP અને કોલકાતા પોલીસ કમિશનરે I-PAC પ્રમુખ પ્રતિક જૈનના કાર્યાલય અને ઘરે દરોડા દરમિયાન અવરોધ ઉભો કર્યો. પુરાવાઓ સાથે ચેડા કરવામાં આવ્યા, મહત્વપૂર્ણ દસ્તાવેજો છીનવી લેવામાં આવ્યા અને ED અધિકારીઓને ધમકાવવામાં આવ્યા હતા. EDના દરોડા બાદ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો અને ભાજપે મમતા બેનરજીના પગલાની ટીકા કરતા આને ગુનો અને સંવિધાન પર સીધો હુમલો ગણાવ્યો.....

    EDની અરજીમાં મોટી વાતો

    અરજી મુજબ, આ ઘટના બંધારણ અને કાયદાના શાસનનું અપમાન છે. જપ્ત કરાયેલા પુરાવાઓનો કોઈ રાજકીય પક્ષની પ્રવૃત્તિઓ સાથે કોઈ સંબંધ નહોતો, પરંતુ તે ફક્ત ગેરકાયદે કોલસા ખનન કૌભાંડ સાથે સંકળાયેલા હતા. CM અને પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને ED અધિકારીઓને ધમકાવ્યા. પ્રતીક જૈનના નિવાસસ્થાન અને I-PAC ઓફિસમાં ચાલી રહેલી તપાસને આગળ વધવા દીધી નહીં. તપાસ પછી તેના અધિકારીઓ વિરુદ્ધ ઘણી FIR નોંધવામાં આવી, જેનો હેતુ તપાસને નબળી પાડવાનો અને અધિકારીઓને ડરાવવાનો હતો. આ તમામ FIRની તપાસ CBIને સોંપવી જોઈએ. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply