બંધારણ દિવસ નિમિત્તે બંધારણ ક્વિઝ અને પ્રસ્તાવના ઓનલાઈન વાંચવા માટેની સ્પર્ધા શરૂ થઈ
Live TV
-
ભારતમાં બંધારણ દિવસની ઉજવણી કરવા માટે, સંસદીય બાબતોના મંત્રાલયે નાગરિકોને બંધારણની ક્વિઝ અને પ્રસ્તાવનાની ઑનલાઇન વાંચન સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. લોકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા મંત્રાલયે બે વેબ પોર્ટલ શરૂ કર્યા છે.
લોકો વેબસાઈટની મુલાકાત લઈ શકે છે- readpreamble.nic.in અને constitutionquiz.nic.in. તમે બંધારણની પ્રસ્તાવના વાંચી શકો છો અને સ્પર્ધામાં ભાગ લેવાનું પ્રમાણપત્ર મેળવી શકો છો. મંત્રાલયે કહ્યું છે કે, પ્રસ્તાવના ભારતની તમામ 22 રાષ્ટ્રીય ભાષાઓમાં વાંચી શકાય છે.
બંધારણ દિવસ દર વર્ષે 26 નવેમ્બરે ઉજવવામાં આવે છે. તે જ દિવસે બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. બંધારણીય મૂલ્યોની પુનઃ પુષ્ટિ કરવા અને તેના ઘડવૈયાઓના યોગદાનને માન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
