બજાર ખુલતાની સાથે જ Paytmના શેરમાં 20%નો ધટાડો થયો
Live TV
-
RBIની કડકાઈ બાદ આજે Paytmના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ Paytmના શેરમાં 20%નો ધટાડો થયો છે.. RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વિશાળ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે બુધવારે કહ્યું કે બેંક ઘણા નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. ઓડિટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.માર્ચ 2022 માં પ્રથમ વખત નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે 22 મહિના પછી પણ RBIએ ફરી એકવાર પાલનના ઉલ્લંઘનને લઈને કડક કાર્યવાહી કરી છે.
આ પ્રતિબંધ પછી, ગ્રાહકો તેમના ખાતામાં પૈસા જમા કરી શકશે નહીં અને RBIએ કહ્યું છે કે વોલેટ, ફાસ્ટેગ અને NCMC કાર્ડ પણ ટોપ-અપ નહીં થાય. જોકે, ગ્રાહકને પૈસા ઉપાડવાની પરવાનગી આપવામાં આવી છે.
