બિહારના જહાનાબાદ જિલ્લાના મખદુમપુરમાં બાબા સિદ્ધનાથ મંદિર (વણવર સિદ્ધેશ્વર ધામ)માં નાસભાગ, સાત લોકોના મોત, નવ ઘાયલ
Live TV
-
મંદિર વિસ્તારમાં તૈનાત પોલીસકર્મીઓ અને સ્વયંસેવકો દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ
બિહારના જહાનાબાદ જિલ્લાના મખદુમપુરમાં બાબા સિદ્ધનાથ મંદિર (વણવર સિદ્ધેશ્વર ધામ)માં નાસભાગમાં સાત લોકોના મોત થયા હતા, તેમજ આ અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત આજે સોમવારે સવારે સૂર્યોદય સમયે થયો હતો. મંદિર વિસ્તારમાં તૈનાત પોલીસકર્મીઓ અને સ્વયંસેવકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પણ ઘટનાસ્થળે પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા.
