બિહાર દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે લોકોને શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
બિહાર દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જનતાને શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પર પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બિહાર ભારતનો વારસો, ગૌરવ અને આધ્યાત્મિકતા પ્રદાન કરતું રાજ્ય છે અને તે સતત વિકાસના નવા અધ્યાય લખી રહ્યું છે.
આ તરફ અમિત શાહે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં બિહારની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને વિશિષ્ટ કળાઓની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે બિહાર હંમેશા દેશને સામાજિક ન્યાય અને બૌદ્ધિક ચેતનાનો માર્ગ બતાવ્યો છે.
