Skip to main content
Settings Settings for Dark

બિહાર: લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, 7 ભક્તોના મોત

Live TV

X
  • શ્રાવણના ત્રીજા સોમવારે, બિહારના લખીસરાયના પ્રખ્યાત અશોકધામ મંદિરમાં ભગવાન શિવને પાણી ચઢાવવા માટે ભેગા થયેલા ભક્તો અચાનક વીજળીનો વાયર પડવાની અફવાથી ગભરાઈ ગયા. આ દુ:ખદ અકસ્માતમાં સાત ભક્તોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 12 થી વધુ ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક પ્રત્યક્ષદર્શીએ વહીવટીતંત્ર પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. અશોકધામ મંદિર દુર્ઘટનાને લઈ સીએમ અશોક ચૌધરીએ મૃતકોના પરિવારજનોને ₹4 લાખના વળતરની જાહેરાત કરવામાં આવી.

    ઘટનાની માહિતી મળતાં, પોલીસ, વહીવટી અધિકારીઓ અને તબીબી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક લખીસરાય સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. રાહત અને બચાવ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે.

    પોલીસે જણાવ્યું કે ચાર મૃતકોની ઓળખ થઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ચાર મૃતક મહિલાઓની ઓળખ 55 વર્ષીય હેમલતા, હાલસીની રહેવાસી લલિતા દેવી, મુંગેરની રહેવાસી 50 વર્ષીય રિંકુ દેવી અને બરહિયાની રહેવાસી 44 વર્ષીય મનમાલા દેવી તરીકે થઈ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
apply