Skip to main content
Settings Settings for Dark

બિહાર સહીત દેશના બીજા રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો ,દેશમાં વિજયોત્સવ

Live TV

X
  • બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ને પૂર્ણ બહુમતી મળી છે. એનડીએ ને ૧૨૫, મહાગઠબંધન ને ૧૧૦ અને અન્ય પક્ષોને ૮ બેઠકો મળી છે. આ રીતે એનડીએ એ  બહુમતી પ્રાપ્ત કરી લીધી છે.
    ભારતીય ચૂંટણી પંચ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ ને ૭૪, જદયુ ને ૪૩, વિકાશશીલ ઇન્સાન પાર્ટી અને હિન્દુસ્તાની આવામ મોર્ચા ને ૪-૪ બેઠકો પર જીત હાંસલ કરી છે. બિહારમાં ભવ્ય જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ બિહારમાં એનડીએ ને પૂર્ણ બહુમત પ્રાપ્ત કરવા માટે ખુશી વ્યક્ત કરી છે. એમણે ટ્વીટ કરી કહ્યુ કે બિહારે વિશ્વને લોકતંત્ર નો પહેલો પાઠ ભણાવ્યો છે.

    આજે બિહારે વિશ્વને ફરી બતાવ્યુ છે કે લોકતંત્ર ને મજબૂત કેવી રીતે કરાય છે. તો સાથે સાથે આ જીત માત્ર બિહારમાં જ નહિ પણ બિહાર સહિતના ૧૧ રાજ્યોની પેટાચૂંટણીમાં પણ મળતા કાર્યકરો માં ખુશી ને માહોલ જોવા મળ્યો હતો. મહત્વનુ છે કે ભાજપના કાર્યકરો એ બિહાર સહિત ગુજરાત, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, મણિપુર જેવા રાજ્યોમાં ભવ્ય ઉજવણી કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply