Skip to main content
Settings Settings for Dark

બ્રિક્સ સમિટમાં PM મોદીનું મોટું નિવેદન: વિવિધતા અને પરસ્પર સહયોગ જ બ્રિક્સ દેશોની ખરી તાકાત

Live TV

X
  • બ્રિક્સ (BRICS) શિખર સંમેલનના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થિરતા (સસ્ટેનેબિલિટી), નવીનતા (ઇનોવેશન), સક્ષમતા અને પરસ્પર સહયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બ્રિક્સ દેશોની વાસ્તવિક શક્તિ તેમની સમાનતા અને વિવિધતામાં રહેલી છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએરેખાંકિત કર્યું હતું કે, "આપણી વિવિધતા આપણી ઓળખ બને, આપણો સહયોગ આપણી પ્રેરણા બને અને આપણી પ્રગતિ સમગ્ર માનવતાના કલ્યાણ માટે કામ આવે."

    બ્રિક્સના સભ્ય દેશોને સંબોધિત કરતા પ્રધાનમંત્રીસએ જણાવ્યું કે ભારતે રોજગારી, મહિલા સશક્તિકરણ, સામાજિક સુરક્ષા અને ક્ષમતા નિર્માણ (કેપેસિટી બિલ્ડિંગ)ને પ્રોત્સાહન આપ્યું છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગોને જ્ઞાન, નાણાકીય સહાય અને નવા બજારો સાથે જોડવા માટે 'બ્રિક્સ એમએસએમઈ કોર્પોરેશન પોર્ટલ'ની પહેલ કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરો વચ્ચે ઉત્કૃષ્ટ કાર્યપદ્ધતિઓ (બેસ્ટ પ્રેક્ટિસ) શેર કરવા માટે 'બ્રિક્સ અર્બન મોબિલિટી હબ'ની સ્થાપના પણ કરવામાં આવી છે.

    પ્રકૃતિ સાથેના જોડાણનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, "ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિકલ્પ નહીં પરંતુ એકબીજાના પૂરક છે. બ્રિક્સમાં પણ અમે માનવ વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂક્યો છે, જે ટકાઉ વિકાસ (સસ્ટેનેબિલિટી)નો મુખ્ય આધાર છે." Clean Energy સિસ્ટમને વધુ વિશ્વસનીય અને સુલભ બનાવવા માટે 'બ્રિક્સ ડિજિટલ સેન્ટર ઓફ એક્સેલન્સ' બનાવવામાં આવ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

    પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે એગ્રો-ઇકોલોજી અને રી-જનરેટિવ એગ્રીકલ્ચરના કેન્દ્રો પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડશે. બ્રિક્સ દ્વારા વિકસાવવામાં આવેલા ઉકેલોનો લાભ માત્ર બ્રિક્સ દેશો સુધી સીમિત ન રહેતા સમગ્ર 'ગ્લોબલ સાઉથ'ની જરૂરિયાતો મુજબ ઉપયોગી બનવો જોઈએ. ગ્લોબલ સાઉથના દેશોનો બ્રિક્સ પર વિશ્વાસ વધ્યો છે કારણ કે અહીં તેમની અવાજ સાંભળવામાં આવે છે અને તેમના અનુભવોનું સન્માન કરવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-09-2026 Max Temp : °C Min Temp : °C
apply