ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હુંકાર, 2024માં ત્રીજી વાર સરકાર બનાવી આપણે જનસેવા અને રાષ્ટ્રસેવાનો રચીશું અદ્વિતીય ઇતિહાસ
Live TV
-
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં કાર્યકરોને સંબોધતા તેમણે કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં કાર્યકરોને સંબોધતા વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી માટે મંત્ર આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લાં 10 વર્ષમાં ભાજપે કરેલા કાર્યોનો ચિતાર આપ્યો હતો. તેમણે કાર્યકરોને કહ્યું હતું કે આગામી 100 દિવસ સુધી નવી ઉર્જા અને ઉમંગ સાથે કામે લાગી જવાનું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે ભાજપના કાર્યકરોની નિષ્ઠા અને સમર્પણથી આપણને જનતા - જનાર્દનના આશિર્વાદ મળી રહ્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે 2024માં ત્રીજી વાર સરકાર બનાવીને આપણે જનસેવા અને રાષ્ટ્ર સેવાનો અપ્રતિમ ઇતિહાસ રચવા જઇ રહ્યા છીએ. આચાર્ય વિદ્યાસાગરજી મહારાજનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તેમના આશિર્વાદ અને સિધ્ધાંત ભારતને પ્રેરણા આપતા રહેશે. ભારતે દરેક ક્ષેત્રમાં જે ઊચાઇ હાંસલ કરી છે, તેમાં દરેક દેશવાસીઓને વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડવાનીપ્રધાનમંત્રીએ કાર્યકરોને શીખ આપી હતી.
