Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
ભાજપે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 15 ઉમેદવારોની સુધારેલી યાદી બહાર પાડી | DD News Skip to main content
Settings Settings for Dark

ભાજપે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 15 ઉમેદવારોની સુધારેલી યાદી બહાર પાડી

Live TV

X
  • ભાજપે સોમવારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 15 ઉમેદવારોની સુધારેલી યાદી બહાર પાડી છે. બીજા અને ત્રીજા તબક્કા માટે જારી કરાયેલી યાદીઓ અમાન્ય જાહેર કરવામાં આવી છે, તે પછીથી જાહેર કરવામાં આવશે.

    અગાઉ ભાજપે ત્રણેય તબક્કા માટે 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કા માટે 19 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ યાદીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નિર્મલ સિંહ અને કવિન્દર ગુપ્તા સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓને ટિકિટ આપવામાં આવી નથી.

    સુધારેલી યાદી અનુસાર, પ્રથમ તબક્કામાં એન્જિનિયર સૈયદ શૌકત ગાયુર પમ્પોરથી, અર્શીદ ભટ રાજપોરાથી, જાવેદ અહેમદ કાદરી શોપિયાંથી, મોહમ્મદ રફીક વાની અનંતનાગ પશ્ચિમથી ચૂંટણી લડશે. અનંતનાગથી એડવોકેટ સૈયદ વજાહત, શ્રીગુફવારા-બિજબેહરાથી સોફી યુસુફ, અનંતનાગ પૂર્વથી શંગુસ વીર સરાફ, ઈન્દરવાલથી તારિક કીન, કિશ્તવાડથી શગુન પરિહાર, પેડર નાગસેનીથી સુનીલ શર્મા, ભદરવાહથી દિલીપ સિંહ પરિહાર, ગજય સિંહ રાણા, પશ્ચિમથી ગજ્યસિંહ રાણા. બનિહાલથી શક્તિ રાજ પરિહાર, બનિહાલથી સલીમ ભટ્ટ, રામબનથી રાકેશ ઠાકુર ચૂંટણી લડશે.

    ઉલ્લેખનીય છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં મતદાન થશે. જ્યારે 4 ઓક્ટોબરે મતગણતરી થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply