ભાજપે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડાનું કર્યું ઉદ્ઘાટન
Live TV
-
ભાજપે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડાનું કર્યું ઉદ્ઘાટન
ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પાર્ટીએ X હેન્ડલ પર આપવામાં આવેલા અભિનંદન સંદેશમાં તેમના લાંબા આયુષ્યની કામના કરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના કાર્યક્રમની વિગતો પણ શેર કરી છે. જેપી નડ્ડા પ્રધાનમંત્રીના જન્મદિવસે સેવા પખવાડાની શરૂઆત કરવા જઈ રહ્યા છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે સેવા પખવાડાની શરૂઆત કરી
ભાજપે જણાવ્યું છે કે, તેમના જન્મદિવસ પર તેમને શુભકામનાઓ. તો બીજી પોસ્ટમાં, ભાજપ પાર્ટીએ લખ્યું છે કે, વિકસિત ભારતના અથાક માર્ગના સારથિ અને દેશના ગતિશીલ અને સફળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ. બીજેપીએ અન્ય એક પોસ્ટમાં લખ્યું છે કે, સબકા સાથ-સબકા વિકાસના મંત્રને આત્મસાત કરીને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે હંમેશા આગળ વધતા ભારત માતાના સાચા પુત્ર લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા.
દિલ્હીમાં રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કરશે
તે ઉપરાંત ભાજપ પાર્ટીએ તેના એક્સ હેન્ડલ પર વધુ માહિતી શેર કરતા જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે સેવા પખવાડા હેઠળ નવી દિલ્હીમાં રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કરશે અને તેમના જીવન પર આધારિત એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. સવારે 11 વાગ્યે BJP મુખ્યાલય (6A પંડિત દીનદયાળ ઉપાધ્યાય માર્ગ) ખાતે કરવામાં આવ્યું હતું.
