ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે ચૂંટણી પંચની મુલાકાત લીધી
Live TV
-
પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસા મુદ્દે કરી રજૂઆત
ભાજપ ના નેતા પ્રકાશ જાવડેકરે પ્રતિનિધિ મંડળ સાથે ચૂંટણી પંચ ની મુલાકાત લઈ ને ,પશ્ચિમ બંગાળ માં થઈ રહેલી હિંસા મુદ્દે ,રજૂઆત કરી હતી. તેમજ મમતા બેનર્જી સામે ,ફરિયાદ નોંધાવી હતી. પંચ ની મુલાકાત બાદ ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ માં તૃણમૂલ કોંગ્રેસ ના કાર્યકરો ગુંડાઓની મદદ થી હિંસા આચરી રહ્યા છે. વળી 19મી એ થનાર ચૂંટણીમાં સીસીટીવી કેમેરા દરેક બુથમાં લાગવા જોઇએ તેમજ દરેક બુથ પાસે સૈનિકોની ટીમ ઉભી રહેવી જોઇએ. સાથે જ રાજ્ય માં નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી થવી જોઈએ તેવી માંગણી પણ પ્રતિનિધિ મંડળ દ્વારા કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે રાજય ના મુખ્યમંત્રી, દેશ ના પ્રધાનમંત્રી તથા પાર્ટી અધ્યક્ષ ને, ગુંડા કહે તો તે સભ્યતાની મર્યાદા લોપવા જેવું છે.
