Skip to main content
Settings Settings for Dark

ભારતમાં આતંકવાદી હુમલા કર્યા પછી કોઈ બચી નહીં શકશે: PM

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારની ધરતી પરથી ફરી એક વખત દેશના દુશ્મનોને કડક સંદેશ આપ્યો છે. ગયાજીમાં એક રેલીને સંબોધતા તેમને કહ્યું કે, ભારતમાં આતંકવાદીઓ મોકલીને કે હુમલા કરીને કોઈ બચી શકશે નહીં. આ દરમિયાન, ઉદાહરણ આપતાં, પીએમ મોદીએ કહ્યું કે ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પહેલગામનો બદલો લીધો, જેનું તેમણે બિહારની ધરતી પરથી વચન આપ્યું હતું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "ઓપરેશન સિંદૂરએ ભારતની સંરક્ષણ નીતિમાં એક નવી રેખા દોરી છે. હવે આતંકવાદીઓને મોકલીને અને ભારત પર હુમલો કરીને કોઈ બચી શકશે નહીં. જો આતંકવાદીઓ ભૂગર્ભમાં છુપાઈ જાય તો પણ, ભારતની મિસાઈલો તેમને દફનાવી દેશે."

    તેમણે કહ્યું કે બિહાર ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યની ભૂમિ છે. જ્યારે પણ કોઈ દુશ્મને ભારતને પડકાર ફેંક્યો છે, ત્યારે બિહાર દેશ માટે ઢાલ બનીને ઊભું રહ્યું છે.  પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, "બિહારની ભૂમિની શક્તિ છે કે અહીં લેવાયેલો દરેક સંકલ્પ ક્યારેય વ્યર્થ જતો નથી. એટલા માટે જ્યારે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને ધર્મ પૂછીને નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી, ત્યારે મેં કહ્યું હતું કે બિહારની ભૂમિ પરથી આતંકવાદીઓનો સફાયો કરવામાં આવશે. આજે દુનિયા જોઈ રહી છે કે બિહારની ભૂમિ પરથી લેવાયેલો સંકલ્પ પૂર્ણ થયો છે."

    પ્રધાનમંત્રી મોદીએ યાદ અપાવ્યું કે જ્યારે પાકિસ્તાન આપણા પર ડ્રોન હુમલા અને મિસાઇલો ચલાવી રહ્યું હતું ત્યારે ભારત પાકિસ્તાનની મિસાઇલોને વિખેરી રહ્યું હતું. પાકિસ્તાનની એક પણ મિસાઈલ આપણને નુકસાન પહોંચાડી શકતી નથી.

    અગાઉ, પીએમ નરેન્દ્ર મોદીએ બિહારના ગયાજીમાં લગભગ 13,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સ વીજળી, રસ્તા, આરોગ્ય, શહેરી વિકાસ અને પાણી પુરવઠા જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply