Skip to main content
Settings Settings for Dark

ભારતીય અર્થતંત્રની હરણફાળ: 2025-26માં GDP ગ્રોથ રેટ 7.4 ટકા રહેવાનો અંદાજ!

Live TV

X
  • ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર જળવી રાખવા તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી (GDP)ના પ્રથમ આગોતરા અંદાજો જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ મુજબ, આગામી નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી વિકાસ દર 7.4 ટકા રહેવાની ધારણા છે, જે ગત વર્ષના 6.5 ટકા કરતા નોંધપાત્ર રીતે વધુ છે.

    ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર જળવી રાખવા તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી (GDP)ના પ્રથમ આગોતરા અંદાજો જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ મુજબ, આગામી નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી વિકાસ દર 7.4 ટકા રહેવાની ધારણા છે, જે ગત વર્ષના 6.5 ટકા કરતા નોંધપાત્ર રીતે વધુ છે.

    નવી ઊંચાઈ તરફ અર્થતંત્ર
    રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, ભારતનો નોમિનલ જીડીપી વિકાસ દર નાણાકીય વર્ષ 2025-26માં 8 ટકા રહેવાનો અંદાજ છે. આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારતનું આર્થિક માળખું મજબૂત બની રહ્યું છે.

    કયા ક્ષેત્રમાં કેટલો વિકાસ?
    સરકારી અહેવાલ મુજબ વિવિધ ક્ષેત્રોમાં વૃદ્ધિ દર નીચે મુજબ રહેવાની શક્યતા છે:

    સર્વિસ સેક્ટર (સેવા ક્ષેત્ર): ફાઇનાન્શિયલ, રિયલ એસ્ટેટ, પ્રોફેશનલ સર્વિસીસ અને ડિફેન્સ સેક્ટરમાં સૌથી વધુ 9.9% નો ઉછાળો જોવા મળી શકે છે.

    વેપાર અને પરિવહન: હોટલ, પરિવહન અને સંચાર ક્ષેત્રમાં 7.5% ના દરે વૃદ્ધિ થવાનો અંદાજ છે.

    મેન્યુફેક્ચરિંગ: ઉત્પાદન અને બાંધકામ ક્ષેત્રમાં 7% નો સ્થિર વિકાસ જોવા મળશે.

    કૃષિ ક્ષેત્ર: ખેતી અને સંલગ્ન ક્ષેત્રોમાં 3.1% ના દરે વૃદ્ધિની અપેક્ષા છે.

    યુટિલિટી સર્વિસીસ: વીજળી, ગેસ અને પાણી પુરવઠા ક્ષેત્રમાં 2.1% નો વિકાસ દર રહી શકે છે.

    નિકાસ અને માથાદીઠ આવકમાં વધારો
    ડેટા મુજબ, ભારતની નિકાસમાં 6.4 ટકાની વૃદ્ધિ થવાની ધારણા છે, જ્યારે આયાત 14.4 ટકાના દરે વધી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, દેશની માથાદીઠ જીડીપી (Per Capita GDP) 6.5 ટકા ના દરે વધવાની આશા છે, જે ગયા વર્ષે 5.5 ટકા હતી. આનો સીધો અર્થ એ છે કે સામાન્ય નાગરિકની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.

    વપરાશમાં વૃદ્ધિ
    ખાનગી વપરાશ (Private Consumption) 7 ટકાના દરે અને સરકારી વપરાશ 5.2 ટકાના દરે વધવાનો અંદાજ છે. આ સૂચવે છે કે બજારમાં ખરીદશક્તિ વધશે અને અર્થતંત્રને વેગ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply