Skip to main content
Settings Settings for Dark

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનની ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ

Live TV

X
  • ઓખા પોર્ટ ખાતે પરંપરાગત ‘સનસેટ સેરેમની’ દરમિયાન સશસ્ત્ર દળોના સંપૂર્ણ સન્માન સાથે જહાજ પરથી છેલ્લી વખત કોસ્ટ ગાર્ડ એન્સાઇન અને ડીકમિશનિંગ પેનન્ટ ઉતારવામાં આવ્યા હતા...કોસ્ટ ગાર્ડના જવાનો અને અધિકારીઓએ જહાજને સલામી આપી..

    ભારતીય કોસ્ટ ગાર્ડના પ્રતિષ્ઠિત જહાજોમાં સ્થાન ધરાવતા ICGS ‘મીરા બહેન’ને ઓખા પોર્ટ ખાતે આયોજિત ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં સેવા નિવૃત્ત કરવામાં આવ્યું... 25 જુલાઈ 2006ના રોજ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત આ જહાજને ભારતીય કોસ્ટ ગાર્ડના બેડામાં વિધિવત રીતે કમિશન કરવામાં આવ્યું હતું.

    કોસ્ટ ગાર્ડના જવાનો અને અધિકારીઓએ જહાજને સલામી આપી

    ઓખા પોર્ટ ખાતે યોજાયેલી પરંપરાગત ‘સનસેટ સેરેમની’ દરમિયાન સશસ્ત્ર દળોના સંપૂર્ણ સન્માન સાથે જહાજ પરથી છેલ્લી વખત કોસ્ટ ગાર્ડ એન્સાઇન (ધ્વજ) અને ડીકમિશનિંગ પેનન્ટ ઉતારવામાં આવ્યા હતા. આ ભાવુક ક્ષણે કોસ્ટ ગાર્ડના જવાનો અને અધિકારીઓએ જહાજને સલામી આપી હતી. જહાજ ICGS ‘મીરા બહેને’ પોતાના બે દાયકા (20 વર્ષ) કરતાં પણ વધુ સમયના સેવાકાળ દરમિયાન દેશની પશ્ચિમી અને અન્ય દરિયાઈ સરહદો પર સતત ગસ્ત લગાવીને ઘૂસણખોરી, તસ્કરી અને દરિયાઈ સુરક્ષા સંબંધિત અનેક મહત્વપૂર્ણ ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડ્યા હતા.

    ઓપરેશન અને સરહદી સુરક્ષામાં મહત્વની ભૂમિકા

    કોસ્ટ ગાર્ડના ડીજી મંજીત સિંહ ગિલે જહાજના ભૂતપૂર્વ તેમજ વર્તમાન કમાન્ડિંગ ઓફિસર્સ અને ક્રૂ મેમ્બર્સની પ્રશંસા કરી હતી. તેમણે દેશની દરિયાઈ સુરક્ષા અને બચાવ કામગીરીમાં જહાજ દ્વારા આપવામાં આવેલા અતુલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. જહાજે પોતાના સેવાકાળ દરમિયાન દરિયામાં ફસાયેલા અનેક માછીમારોને ઉગારવાના ઓપરેશન અને સરહદી સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
apply