ભારતીય નૌકાદળની તાકાત વધારવા SAIL નું યોગદાન: 3 નવા જહાજો માટે 5700 ટન ખાસ સ્ટીલનો પુરવઠો
Live TV
-
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL) એ ભારતીય નૌકાદળના ત્રણ અદ્યતન જહાજો – INS દુનાગિરી, INS અગ્રે અને INS સંશોધકના નિર્માણ માટે 5700 ટન સંરક્ષણ-ગ્રેડ સ્ટીલ સપ્લાય કરી દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવી છે.
ગત 21 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ જહાજોને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા હતા.આ જહાજો માટે SAIL દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત DMR 249A ગ્રેડ હોટ-રોલ્ડ શીટ્સ અને પ્લેટ્સ પૂરી પાડવામાં આવી છે.આ સ્ટીલ બોકારો, ભિલાઈ અને રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ્સમાં તૈયાર કરવામાં આવ્યું છે.SAIL 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સતત યોગદાન આપી રહ્યું છે.SAIL ના ચેરમેન ડૉ. અશોક કુમાર પાંડાએ જણાવ્યું હતું કે, કંપની સંરક્ષણ ક્ષેત્રની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે DMR-ગ્રેડ પ્લેટ્સની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અગાઉ પણ SAIL દ્વારા INS વિક્રાંત જેવા મહત્વના પ્રોજેક્ટ્સ માટે સ્ટીલનો પુરવઠો આપવામાં આવ્યો છે.
