Skip to main content
Settings Settings for Dark

ભારતીય રેલવેની મોટી સિદ્ધિ: 180 કિમીની ઝડપે વંદે ભારત સ્લીપર ટ્રેનનું હાઈ-સ્પીડ ટ્રાયલ સફળ

Live TV

X
  •  ભારતીય રેલવેએ 'આત્મનિર્ભર ભારત'ના વિઝન તરફ વધુ એક મજબૂત ડગલું માંડ્યું છે. કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CRS)ની દેખરેખ હેઠળ સ્વદેશી રીતે નિર્મિત વંદે ભારત સ્લીપર ટ્રેનનું અંતિમ હાઈ-સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. રાજસ્થાનના કોટા-નાગદા સેક્શન પર યોજાયેલા આ ટ્રાયલ દરમિયાન ટ્રેને 180 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપ હાંસલ કરી હતી.

    રેલવે મંત્રી  અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આ ટ્રાયલનો એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં સૌથી આકર્ષક બાબત 'વોટર-ગ્લાસ સ્ટેબિલિટી ટેસ્ટ' રહી હતી. 180 કિમીની પ્રચંડ ગતિએ પણ ટ્રેનની અંદર રાખેલો પાણીનો ગ્લાસ જરા પણ છલકાયા વગર સ્થિર રહ્યો હતો, જે ટ્રેનની શ્રેષ્ઠ સસ્પેન્શન સિસ્ટમ અને રાઇડ ગુણવત્તાનો પુરાવો આપે છે.

    લાંબા અંતરની મુસાફરી માટે ખાસ ડિઝાઇન કરાયેલી આ સ્લીપર ટ્રેન અનેક આધુનિક સુવિધાઓ ધરાવે છે.CCTV સર્વેલન્સ, એરોસોલ-આધારિત ફાયર ડિટેક્શન સિસ્ટમ, અને દરેક કોચમાં ફાયર બેરિયર દરવાજા.સ્વદેશી રીતે વિકસિત UV-C લેમ્પ આધારિત ડિસઇન્ફેક્શન સિસ્ટમ અને રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ. ઓટોમેટિક પ્લગ ડોર્સ, આરામદાયક બર્થ, એર્ગોનોમિકલી ડિઝાઇન કરેલી સીડી અને દિવ્યાંગ મુસાફરો માટે ખાસ શૌચાલય. મુસાફરો સીધા લોકો પાઇલટ સાથે વાત કરી શકે તે માટે 'ઇમરજન્સી ટોક-બેક યુનિટ'.

    આ ટ્રેન સંપૂર્ણપણે સીલ કરેલા પહોળા ગેંગવેઝ અને કેન્દ્રિય રીતે નિયંત્રિત કોચ મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ છે. ટ્રાયલ દરમિયાન રાઇડ સ્ટેબિલિટી, વાઇબ્રેશન અને ઇમરજન્સી બ્રેકિંગ જેવા જટિલ માપદંડો પર ટ્રેનનું પ્રદર્શન સંતોષકારક જણાયું છે.CRS દ્વારા આ ટ્રાયલને સફળ જાહેર કરવામાં આવી છે, જે આગામી સમયમાં વંદે ભારત સ્લીપર સેવાઓ શરૂ કરવાનો માર્ગ મોકળો કરે છે. આ સિદ્ધિ ભારતીય રેલવેની નવીનતા અને સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply