ભારતે કહ્યું- કેનેડાએ ભારતીય રાજદ્વારીઓ પર લગાવેલા આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા રજૂ કર્યા નથી
Live TV
-
ભારતે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે કેનેડાએ ભારત અને ભારતીય રાજદ્વારીઓ પર લાગેલા આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના ફોરેન ઈન્ટરફેન્સ કમિશન સમક્ષ આપેલા નિવેદન પર પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે કેનેડાના પ્રધાનમંત્રીનું નિવેદન એ વાતની પુષ્ટિ કરે છે કે ભારત હંમેશા કહે છે. પ્રવક્તાએ કહ્યું કે પ્રધાનમંત્રી ટ્રુડોના અસભ્ય વર્તનને કારણે ભારત-કેનેડા સંબંધોને જે નુકસાન થયું છે તેના માટે એકલા ટ્રુડો જવાબદાર છે.
