ભારતે શ્રીલંકાને પાંચ લાખ રસીના ડોઝ આપ્યા, ભારતે કુલ 8 દેશને આપી કોરોનાની રસી
Live TV
-
સ્થાનિક સ્તરથી માંડીને દેશ -વિદેશની ભૌગોલિક સ્થિતિમાં પણ પાડોશી દેશનું ખૂબ મહત્વ છે. ત્યારે ભારતે પાડોશી દેશને કોરોનાની મહામારીમાંથી બહાર આવવાની મદદ કરતા શ્રીલંકાને કોવિશીલ્ડનો જથ્થો પહોંચાડવાનું શરૂ કર્યું છે.
સ્થાનિક સ્તરથી માંડીને દેશ -વિદેશની ભૌગોલિક સ્થિતિમાં પણ પાડોશી દેશનું ખૂબ મહત્વ છે. ત્યારે ભારતે પાડોશી દેશને કોરોનાની મહામારીમાંથી બહાર આવવાની મદદ કરતા શ્રીલંકાને કોવિશીલ્ડનો જથ્થો પહોંચાડવાનું શરૂ કર્યું છે. પ્રથમ જથ્થામાં રસીના પાંચ લાખ ડોઝ રવાના કરવામાં આવશે. અગાઉ ભારતે ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાલ, માલદિવ, શેશેલ્સ, તેમજ મોરેશિયસને પણ રસી પહોંચાડીને પાડોશી ધર્મનું પાલન કર્યું છે. આ યાદીમાં રસી મેળવનારો આઠમો દેશ શ્રીલંકા છે.
