Skip to main content
Settings Settings for Dark

ભારત -અમેરિકા વચ્ચે સંરક્ષણ, માનસિક સ્વાસ્થ્ય અને મેડિકલ ઉત્પાદનોની સુરક્ષા અંગે થયા કરાર

Live TV

X
  • બને દેશો આર્થિક ક્ષેત્રમાં સંતુલિત વ્યાપાર માટે પ્રતિબદ્ધ, દ્વિપક્ષીય વ્યાપારને લઇ બને દેશો વચ્ચે સકારાત્મક વાતચીત

     હૈદરાબાદ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં બંને દેશોના પ્રતિનિધિમંડળોની થયેલી મીટિંગમાં ભારત-અમેરિકાના બહુઆયામી સંબંધો પર વિસ્તારથી ચર્ચા થઇ હતી. આ વાતચીતમાં બંને દેશોએ સંરક્ષણ આતંકવાદથી લઇ વેપારના કેટલાંય મુદ્દા પર
     સહમતિ વ્યક્ત કરી હતી.

    વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બંને દેશ વચ્ચે માનસિક સ્વાસ્થ્ય,ચિકિત્સા ઉત્પાદનોની સુરક્ષા વિષય પર સહમતિ પત્ર પર હસ્તાક્ષર થયા હતા. જેમાં ભારત તરફથી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ એર્ગોનાઇઝેશન અને અમેરિકાનું ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન મુખ્ય સંસ્થા છે. ભારત - અમેરિકા વચ્ચે એક MOU ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તેમજ એક્ઝાન મોબાઇલ એલએનજી લિમિટેડ તેમજ ચાર્ટ ઇન્ડિયાઝ આઈએનસી વચ્ચે થયો છે.

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મપે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે ત્રણ અબજ ડૉલરથી વધારેના રક્ષા સોદા પર સહમતિ બની છે. જેમાં રોમિયો હેલિકોપ્ટર્સ સામેલ છે. જ્યારે એક કરાર ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલો છે. પ્રધાનમંત્રી મોદી સાથે પરસ્પરના મુદ્દાઓ, વેપાર, આતંકવાદ સામે લડત, ઉર્જા સહિત વિવિધ મુદ્દે ચર્ચા પછી ટ્રમ્પે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે બંને દેશ પોતાના દેશના નાગરિકોને કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદથી સુરક્ષા આપવા માટે પ્રતિબદ્ધ છે.

    વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ડોનાલ્ડ ટ્ર્મપનું ઐતિહાસિક અને ભવ્ય સ્વાગત હંમેશા યાદ રહેશે. તેમણે કહ્યુ કે અમેરિકા અને ભારતના સંબંધો ફક્ત બે સરકારો વચ્ચેના નહીં પરંતુ લોકો કેન્દ્રીત છે. તેમણે કહ્યું કે આ સંબંધ 21મી સદીનું સૌથી મોટું જોડાણ છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે માદક પદાર્થ અને આની સાથે જોડાયેલી સમસ્યાઓ સામે લડતને પ્રાથમિકતા આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply