ભારત બનશે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા, પીએમ જન ધન યોજનાનું યોગદાન મહત્વપૂર્ણ: RBI ગવર્નર
Live TV
-
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા-આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. તેમણે દેશના વિકાસ દર માટે પ્રધાનમંત્રી જન ધન યોજનાને શ્રેય આપ્યો છે.
રિઝર્વ બેંકના ગવર્નરએ આ ટિપ્પણી એવા સમયે કરી હતી જ્યારે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતનો કુલ ઘરેલુ ઉત્પાદન-જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા હતો, જે છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સૌથી વધુ છે. ઇન્દોરના રંગવાસા ગામમાં જાહેર ક્ષેત્રની બેંકોના નાણાકીય સમાવેશ અભિયાન "સંતૃપ્તિ શિબિર" ને સંબોધતા સંજય મલ્હોત્રાએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકે 11 વર્ષ પહેલાં બેંકો સાથે મળીને જન ધન યોજના શરૂ કરી હતી, જેના કારણે દેશભરમાં વિકાસ થયો હતો.
રિઝર્વ બેંકના ગવર્નરએ કહ્યું કે દેશની વિકાસ યાત્રામાં તમામ વર્ગોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ યોજના હેઠળ 55 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા, જે તેમને બચત, પેન્શન, વીમો, લોન અને અન્ય સેવાઓ પૂરી પાડે છે.
