Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશના રતલામમાં રાજધાની એક્સપ્રેસમાં લાગી આગ, તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા

Live TV

X
  • ઘટનાની માહિતી મળતા જ કોટા રેલ્વે ડિવિઝનની રાહત અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ. આગ લાગ્યા બાદ અધિકારીઓએ તાત્કાલિક અસરગ્રસ્ત કોચને ટ્રેનથી અલગ કરી દીધો. સલામતી સુનિશ્ચિત કરવા માટે ઓવરહેડ ઇલેક્ટ્રિક સપ્લાય પણ બંધ કરી દેવામાં આવ્યો.

    રાજસ્થાનના કોટામાં રવિવારે વહેલી સવારે રાજધાની એક્સપ્રેસના એક કોચમાં ભીષણ આગ લાગી. અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તિરુવનંતપુરમથી નવી દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના એસી કોચમાં સૌપ્રથમ આગ લાગી હતી. આ ઘટના કોટાના વિક્રમગઢ અલોટ રેલ્વે સ્ટેશન નજીક બની હતી. આ ઘટના રવિવારે સવારે લગભગ 5:15 વાગ્યે B-1 કોચમાં બની હતી, જેમાં 68 મુસાફરો હતા.

    ટ્રેનમાં હાજર રેલ્વે સુરક્ષા દળ, રેલ્વે સ્ટાફ અને અન્ય અધિકારીઓએ તાત્કાલિક મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું અને લગભગ 15 મિનિટમાં આખા કોચને ખાલી કરાવ્યો. સાવચેતી રૂપે આસપાસના કોચને પણ ખાલી કરાવવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ કોટા રેલ્વે ડિવિઝનની રાહત અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ. આગ લાગ્યા બાદ અધિકારીઓએ તાત્કાલિક અસરગ્રસ્ત કોચને ટ્રેનથી અલગ કરી દીધો. સલામતી સુનિશ્ચિત કરવા માટે ઓવરહેડ ઇલેક્ટ્રિક સપ્લાય પણ બંધ કરી દેવામાં આવ્યો.

    કોટા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બધા મુસાફરો સુરક્ષિત છે. કોઈ જાનહાનિ થઈ નથી." રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાલી કરાયેલા મુસાફરોને કોટા જવા માટે અન્ય કોચમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ ચાલુ છે. લુની રિચા અને વિક્રમગઢ અલોટ રેલ્વે સેક્શન માટે ઇમરજન્સી સંપર્ક નંબરો પણ જારી કરવામાં આવ્યા છે. જેમાં  કોટા પૂછપરછ માટે 6375898943 અને ઘટના સ્થળ માટે  09256099269 નંબર જાહેર કરાયા છે.  

    12431 રાજધાની એક્સપ્રેસ શુક્રવારે કેરળના તિરુવનંતપુરમથી રવાના થઈ હતી અને રવિવારે બપોરે 12:30 વાગ્યે દિલ્હીના હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પર પહોંચવાની હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
apply